રાજકોટ દ્વિ ચક્રી વાહનોની ચોરીના બનાવો વધતા જય રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાંથી થયેલ મોટરસાઈકલ ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. જયારે એક ઈસમ ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાંચની ટિમ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમી આધારે, એક ઇસમ હિરો સ્પ્લેન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી મોટર સાયકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા ઈસમ પાસે કાંઈ પુરાવા ના હોવાથી મોટરસાઇકલના એન્જીન/ચેસીસ નંબર ઇ ગુજકોપ અંતર્ગત સર્ચ કરતા મોટરસાઇકલ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઇસમ વનરાજભાઇ બચુભાઇ સાડમીયાને આ મોટરસાઇકલ બાબતે પુછપરછ કરતા પોતે આ મોટરસાઇકલ વિજય ઉર્ફે સાગર ઉર્ફે બગો રણછોડભાઈ જોગરાજીયા પાસેથી રૂ.૮૦૦૦/- માં ખરીદેલનુ જાણવા મળ્યું હતું. પકડાયેલ આરોપી વનરાજભાઇ બચુભાઇ સાડમીયાને હસ્તગત કરી મુદામાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.