મોરબીના કાલિકા પ્લોટ ખાતે જાહેરમાં પ્લાસ્ટિકના બાચકા લઈ દેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરની સીટી એ ડિવિઝન ટીમ દ્વારા અટક કરવામાં આવી છે, આ સાથે પોલીસે આરોપી મહિલા પાસેથી ૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય સપ્લાયરનું નામ ખુલતા તેને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તે પેટ્રોલિંગમાં હોય તે દાંતમિયાં કાલિકા પ્લોટ ખાતે ઝલાલ ચોકમાં શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકા સાથે બેઠેલ મહિલા પાસે રહેલા પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૦ હજાર મળી આવ્યો હતો, જેથી મહિલા આરોપી સલમાબેન તોફિકભાઈ ઇબ્રાહિમભાઈ ચાનીયા ઉવ.૨૯ રહે.પરષોત્તમ ચોક શેરી નં.૪ મોરબી વાળીની અટક કરી હતી, જ્યારે આરોપી રણજીત દેગામા રહે. લીલાપર ગામ તા.મોરબી વાળા પાસેથી દેશી દારૂ મેળવ્યો હોવાનું બહાર આવતા, પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.