વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે આઝાદ ગોલાવાળી શેરી પાછળ નદીના પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા અનીલભાઈ રમેશભાઈ સુવાળીયા ઉવ.૩૨ રહે. ગ્રીન ચોક ખોજાખાના શેરીમાં વાંકાનેર, જયસુખભાઈ જીતુભાઈ સુવાળીયા ઉવ.૨૨ રહે. આઝાદ ગોલા વાળી શેરીમાં વાંકાનેર, અનીલભાઈ ગુલાબભાઈ માંગરોલીયા ઉવ.૩૩ રહે. નાગબાઈની ડેરી પાસે મોરબી, ઇસ્માઇલભાઈ મામદભાઈ શેખ ઉવ.૪૦ રહે. સીટી સ્ટેશન રોડ વાંકાનેર તથા હુશેનભાઈ રાયબભાઈ કટીયા ઉવ.૩૫ રહે. વીશીપરા વાંકાનેર વાળાને રોકડા રૂ.૧,૯૫૦/-સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.