જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન દ્વારા આજ રોજ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા બરવાળા થી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ કરવામાં આવી છે. અને જો માંગ સંતોષવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો દ્વારા આજ રોજ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી જીલ્લાના બરવાળા થી બગથળા ગામને જોડતો રોડ જે આજે આઝાદીના ૭૮ વર્ષથી પણ વધારે વર્ષો થયા હોવા છતાં કાચો રોડ છે. આ રોડ ઉપર બરવાળા થી બગથળા જવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે. પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી. બરવાળા ગામની બધી જ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. જેવું કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળાના કામો માટે આ રોડ ખુબજ અગત્યનો છે. આ ઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાનની પ્રસિદ્ધિ જગ્યાના દર્શન માટે જવા માટે આ રોડનો ઉપયોગ કરતા હોય છે. તો આ રોડને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે.