વાંકાનેર તાલુકાના રીચ ચોકડી પાસે આવેલ ઓરડી પાછળ ખુલ્લામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ જુગારીને રોકડ તથા મોબાઈલ સહિત રૂ.૨૭,૫૫૦/-ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કોન્સ. રાજેશભાઇ પાલાણી અને બ્રિજેશભાઈ બોરીચાને સંયુક્તમાં બાતમી માલિકે વાંકાનેર તાલુકાના વિરપરથી માટેલ જવાના રસ્તે રીચ ચોકડી પાસે આવેલ ઓરડી પાછળ જાહેરમાં અમુક ઈસમો તીનપત્તિનો જુગાર રામે છે, જેથી તુરંત ઉપરોજત સ્થળે રેઇડ કરતા જ્યાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા રહે.હાલ માટેલ સરતાનપર રોડ રીચ સીરામીક પાસે તા.વાંકાનેર મુળ રહે.રફાળેશ્વર તા.જી.મોરબી, બાબુભાઈ ધમાભાઈ સારલા રહે. મકતાનપર તા.વાંકાનેર, ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા રહે.માટેલ તા.વાંકાનેર, વજુભાઈ જોરૂભાઈ સાડમીયા રહે.પુનીતના નાકે ખોડીયાર પરાની બાજુમા ગોંડલ રોડ રાજકોટ તથા રાજુભાઈ લાલજીભાઈ ચોહાણ રહે. રીચ સીરામીક પાસે માટેલ રોડ તા.વાંકાનેર વાળાને રોકડા રૂપીયા ૧૯,૦૫૦/-, મોબાઈલ ફોન નંગ-૦૫ કિ રૂ.૮૫૦૦/- સહિત કુલ રૂ.૨૭,૫૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.