મોરબી તાલુકાના લખધીરનગર(નવાગામ) આવેલ આજીવીટો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રૂમ નં.૧૬ માં રહેતા સોનુભાઈ થાનસિંગ ભીલાલા ઉવ.૧૯ મુળ રહે.હસનાપુર તા.જી.ઉના રાજ્ય મધ્યપ્રદેશ વાળાએ ગઈકાલ તા.૦૯/૧૦ના રોજ કોઈ અગમ્ય કારણોસર ગણેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં તાલુકા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે, હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.