વાંકાનેર શહેરના જલારામનગર-૧ ભાટીયા સોસાયટી સ્મશાન પાસે રહેતા ૧૭ વર્ષીય દીલશાન ઉમરદીનભાઇ મીરાશીએ પોતાના રહેણાંક મકાનના રૂમમાં કોઈ અકળ કારણોસર દોરડાથી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પરિવાજનો મૃતક સગીરનો મૃતદેહ અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા, વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.