મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂનાં મુદામાલ સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,
મળતી માહતી અનુસાર, હળવદ પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, તેજશ ઉર્ફે પિન્ટુ નામનો શખ્સ પોતાની ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીએ વિદેશી દારૂનો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વેચે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પાર રેઇડ કરી તેજશ ઉર્ફે પિન્ટુ નરશીભાઇ લાંઘણોજાની રૂ ૨.૫૩,૫૦૦ /-ની કિંમતની અલગ અલગ બ્રાંડની ૧૯૫ બોટલના મુદ્દામાલ સાથે અટકાયત કરી આરોપીની પૂછપરછ કરતા તેની આ કાળા ધંધામાં સુરેશ જેસીંગભાઇ સુરેલા નામનો શખ્સ મદદ કરતો હોવાનું સામે આવતા હળવદ પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.