Saturday, October 11, 2025
HomeGujaratઅંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના CISCE વિદ્યાર્થીઓનો...

અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના CISCE વિદ્યાર્થીઓનો પ્રેરણાદાયી સંવાદ

ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના CISCE વિદ્યાર્થીઓ સાથે અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા દ્વારા “Igniting Minds, Exploring Frontiers” થીમ હેઠળ પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવ્યો હતો. 

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં પ્રતિષ્ઠિત CISCE (ICSE/ISC) બોર્ડ સફળતાપૂર્વક કાર્યરત છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને સર્વાંગી, આધુનિક તથા મૂલ્ય આધારિત શિક્ષણની ઉત્તમ તક મળી રહી છે. 10 ઓક્ટોબર, 2025ના રોજ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ Inspire Webinar માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિશેષ વેબિનારમાં ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા – ભારતીય વાયુસેનાના પ્રતિભાશાળી ટેસ્ટ પાયલટ, ISROના ગગનયાત્રી તથા CISCEના ગર્વિત ભૂતપૂર્વ વિદ્યાર્થી – મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના જીવનપ્રવાસની પ્રેરણાદાયક વાતો વિદ્યાર્થીઓ સાથે વહેંચતાં જણાવ્યું કે, જિજ્ઞાસા, સંકલ્પ અને અવિરત પ્રયત્નોથી અશક્ય લાગતું પણ શક્ય બની શકે છે. તેમનું પ્રેરણાસ્પદ સંબોધન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, સ્વપ્ન અને નવી શોધપ્રત્યેની ભાવના જગાવી ગયું. ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ પરિવાર CISCEનો આ સુપ્રેરણાદાયક સત્ર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને વિદ્યાર્થીઓને આવા જ પ્રેરણાદાયી અવસરોથી સતત શીખવાની પ્રેરણા મળે તેવી શુભેચ્છા પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!