મોરબીમાં વ્યાજખોરે યુવકને ઘમકી આપી અને ખંડણી માંગી અપહરણ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ઈસમને મોરબીની સેસન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
મળતી માહિતીઓ અનુસાર, મોરબીના પ્રવીણભાઈ મહાદેવભાઈ અંબાણીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા.૩૦/૯/૨૫ ના રોજ આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા સામે ઉછીની લીધેલ રકમના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ફરીયાદીના પુત્રને મારી નાખવાની ઘમકી આપીને ડરાવી ઘમકાવીને બળજબરી પુર્વક તેના લેણા નીકળતા રૂપીયા કઢાવવા માટે સ્ટાફની પાસેથી ટ્રેકટરની ચાવીઓ બળજબરીથી લઈને ટ્રેકટર પર બેસી જઈને બોલાચાલી ઝગડો કર્યાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણાની ઘરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.ત્યારે આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણાએ રાજકોટના સીનીયર વકીલ ભગીરથસિંહ વી. ડોડીયા તથા મોરબીના સીનીયર વકીલ જીતેન્દ્રસીંહ આર.જાડેજા મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી. આરોપીના વકીલ વકીલ ભગીરથસિંહ વી. ડોડીયાની ઘારદાર દલીલ માન્ય રાખી આરોપીને સેસન્સ જજ મીતલકુમાર રસીકભાઈ નાડપરાએ શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.