મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામે આવેલ પાર્થ સિરામિક કારખાનાની લેબર ઓરડીમાં રહેતા ૨૨ વર્ષીય શ્રમિકે અજાણ્યા કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ પાર્થ સીરામીકની લેબર ઓરડીમાં રહેતા ગોવિંદભાઇ પ્રકાશભાઇ કુશવાહા ઉવ ૨૨ એ તા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બપોર પહેલા કોઈ અકળ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા , જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી ગોવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.