વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે ભાટીયા સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલા બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રીજો ઈસમ ફરાર થઈ ગયો છે. પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ.૩,૮૮૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારધારા હેઠળની ફરિયાદ અનુસાર, ગઈકાલ તા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ભાટીયા સોસાયટીના નાકા પાસે જાહેર જગ્યામાં નસીબ આધારીત વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે સ્થળ ઉપરથી સદામભાઇ અલાઉદિનભાઇ અંસારી ઉવ.૨૯ રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર તથા મુકેશભાઇ મનુભાઇ કુમખાણીયા ઉવ.૪૦ રહે. જીનપરા વાંકાનેર વાળાને ઝડપી પાડ્યા હતા, જ્યારે આરોપી સંજય દેવકરણભાઇ ડેડાણીયા રહે.બ્રાહ્મણ શેરી જીનપરા વાંકાનેર વાળો ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વર્લી ફિચરનાં આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય, રોકડ રૂપિયા ૧૩૮૦/- અને મોબાઇલ ફોન કિ.રૂ.૨,૫૦૦/- સહિત કુલ રૂ.૩,૮૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.