મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતીપ્લોટ વિસ્તારમાં શેરી નં.૬ નાકેથી આરોપી સોકતભાઈ હાસમભાઈ પઠાણ ઉવ.૩૯ રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની વિદેશી દારૂ સિગ્નેચર પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની એક બોટલ કિ.રૂ. ૩૦૦/- સાથે અટકાયત કરી હતી. હાલ પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.