Sunday, October 12, 2025
HomeGujaratઇન્સ્ટા પર હથિયાર સાથે પોસ્ટ મૂકવાનો શોખ વાંકાનેરના યુવકને ભારે પડ્યો, પોલીસે...

ઇન્સ્ટા પર હથિયાર સાથે પોસ્ટ મૂકવાનો શોખ વાંકાનેરના યુવકને ભારે પડ્યો, પોલીસે શીખવ્યો પાઠ

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો કેટલી હદ સુધી જાય તેવા કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એવો જ એક કિસ્સો સામે આવ્ય હતો. જેમાં વાંકાનેરમાં ઇન્સ્ટાગ્રામ પર રોલા પાડવા માટે મુકેલ ફોટાના કારણે પોલીસ સ્ટેશન જવાની વારી આવી હતી. જેમાં જાહેરમાં બારબોર હથિયાર સાથે ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર ઇસમો વિરુધ્ધ મોરબી એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પોલીસને સોશ્યલ મીડીયા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. gordhaniyo_ a_k_2697 માં બારબોર હથિયાર સાથેના વિડીયો તથા ફોટાઓ અપલોડ કરવામાં અવાયાની માહિતી મળી હતી. જેની પોલીસની ટિમ તપાસમા હતી તે દરમિયાન ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. gordhaniyo a k 2697 નું નામ સરનામુ મેળવી તપાસ કરતા આ ઈસમ સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક મેલડી માતાના મંદિર પાસેથી મળી મળી આવ્યો હતો.

જેની પુછપરછ કરતા ઈસમે આજથી આશરે એકાદ મહિના પહેલા પોતાના મોબાઈલમાં તેના સબંધી અલુભાઈ શામજીભાઈ ઉડેચાના લાયસન્સ વાળા હથિયારથી સરતાનપર ગામે અલુભાઈના ઘરે હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. gordhaniyo_a_k_2697 માં પોતાના મોબાઇલથી પોસ્ટ કાર્ય હોવાની કબૂલાત આપી હતી. જેથી ગોરધનભાઈ વેરશીભાઈ સરાવાડીયા તથા હથિયાર પરવાનેદાર અલુભાઈ શામજીભાઈ ઉડેચા વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!