વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જોધપર ગામના પાટીયા પાસે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એલક્યુ-૭૮૨૦ ઉપર આવતા એક શખ્સને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી ૩૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬,૦૦૦/-વેચાણ કરવાને ઇરાદે મળી આવ્યો હતો. જેથી તુરંત આરોપી અજયભાઈ સવશીભાઈ સાઢમીયા ઉવ.૨૫ રહે. અકાળા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાની અટકાયત કરી હતી, આ સાથે પોલીસે મોટર સાયકલ સહિત રૂ.૩૬,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.