મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર જીલ્લા પંચાયત કચેરી નજીક બનેલી ઘટના મુજબ દુકાન સામે રાખેલ ટેબલને લેવા બાબતે વૃદ્ધને લાકડી તથા ઢીકા પાટુ વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર ઈસમો વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શહેરના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર જીલ્લા પંચાયત કચેરી પાસે રહેતા ભાગવતદાસ સરજુદાસ રામાવત રામાનંદી ઉવ.૬૦ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભોજાભાઇ કરમણભાઇ ભરવાડ, મનીષભાઇ ભોજાભાઇ ભરવાડ, રાણાભાઇ મલાભાઇ રાતડીયા તથા એક અજાણયો માણસ સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદીએ આરોપી ભોજાભાઈ ભરવાડની દુકાન સામે ટેબલ રાખ્યું હોય જે ટેબલ લેવા બાબતે ગત તા.૧૦/૧૦ના રોજ ચારેય આરોપીઓએ ફરિયાદી વૃદ્ધને અપશબ્દો આપી લાકડી તથા ઢીકાપાટુ વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવમાં ફરિયાદીને શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.