Monday, October 13, 2025
HomeGujaratકલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ–મોરબી દ્વારા જિલ્લા સ્તરીય ડ્રોઈંગ સ્પર્ધા–2025નો ઇનામ વિતરણ...

કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ–મોરબી દ્વારા જિલ્લા સ્તરીય ડ્રોઈંગ સ્પર્ધા–2025નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ–મોરબી દ્વારા મોરબી જિલ્લા પંચાયતના સહયોગથી જિલ્લા સ્તરીય ડ્રોઈંગ સ્પર્ધા – 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઇનામ વિતરણ સમારોહનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરના 550થી વધુ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

- Advertisement -
- Advertisement -

કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મોરબી તથા મોરબી જિલ્લા પંચાયતના સહયોગથી તા. 7 સપ્ટેમ્બર 2025ના રોજ “જિલ્લા સ્તરીય ડ્રોઈંગ સ્પર્ધા – 2025” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઇનામ વિતરણ સમારોહનું ગઈકાલે મોરબીના શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાભરના 550થી વધુ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. જેના કારણે સમગ્ર હોલ બાળકોની કલાત્મક ઉર્જાથી જીવંત બની ગયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લા, સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ નવનીતભાઈ તથા કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાની અને ટ્રસ્ટના તમામ સદસ્યો તથા ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને વધાવીને તેમને ભાવિ સફળતાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની ચિત્રકલા પ્રદર્શિત કરવામાં આવી હતી. જેને સૌએ પ્રશંસા સાથે નિહાળી હતી. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાનીએ એક મહત્વપૂર્ણ સામાજિક જાહેરાત કરતા કહ્યું હતું કે, “આ આવનારી દિવાળી પર કલ્યાણ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘Diwali of Smiles’ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોરબી શહેરના નાગરિકોને વિનંતી છે કે તેઓ પોતાના જૂના કપડાં, રમકડાં અને અન્ય ઉપયોગી વસ્તુઓ સ્વચ્છ રીતે ભેગી રાખી ટ્રસ્ટ સુધી પહોંચાડે. આ વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેઓ પણ આનંદની દિવાળી ઉજવી શકે.”

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!