મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળામાં ઇન્દિરાવાસમાં રહેણાંકમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે રાખેલા વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે એક આરોપીને સ્થળ પરથી ઝડપ્યો છે જ્યારે બે આરોપી ફરાર જાહેર કર્યા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખાનગીરાહે મળેલ માહિતીના આધારે મોરબી શનાળા જુના ગામના ઇન્દીરાવાસ વિસ્તારના રહેણાંક મકાનમાં દરોડો પાડી દારૂના ગેરકાયદેસર જથ્થા સાથે આરોપી સુનીલભાઇ મહેન્દ્રભાઇ દેવાણી ઉવ.૩૨ને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની નાની મોટી ૧૪૪ નંગ બોટલ ઝડપી લીધી હતી. આ સાથે પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ બીદેશી દારૂનો જથ્થો આરોપી સાગર ધીરૂભાઇ ચાવડા અને રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તે બંનેને ફરાર જાહેર કર્યા છે.સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.