માળીયા(મી)ના તરધરી ગામે આવેલ સસ્તા અનાજની દુકાને મામલતદાર સહિતની ટીમ ચેકિંગ કર્યું હતું ત્યારે દુકાનના હાજર સ્ટોક અને હિસાબના જથ્થા વચ્ચે તફાવત જોવા મળી રહ્યો હતો જેથી કરીને ગંભીર પ્રકારની ગેરરીતિ થઈ હોવાની શક્યતા દેખાતી હોવાથી દુકાનમાં ૧.૫૪ લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો
માળીયાના તરધરી ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા પરવાનેદાર દ્વારા ગેરરીતિ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેથી માળીયાના મામલતદાર ડી.સી.પરમાર, પરેશભાઈ ત્રિવેદી તથા મહેશભાઈ વ્યાસ સહિતની ટીમ તરધરી ગામે સસ્તા અનાજની દુકાને ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનના હાજર સ્ટોક અને હિસાબના જથ્થા વચ્ચે તફાવત જોવા મળી રહ્યો હતો માટે ૧.૫૪ લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને હવે તપાસમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે.