મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક ચલણી નોટના નંબરનો પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમતા દક્ષકભાઈ રમેશભાઈ બાવરવા ઉવ.૨૩ રહે. પંચાસર રોડ નિરવપાર્ક સોસાયટી મોરબી તથા દાઉદભાઈ સફીભાઈ હોકાવારા ઉવ.૫૦ રહે. કુલીનગર-૧ વીસીપરા મોરબી વાળાને રોકડા રૂ.૮૬૦/-સાથે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લઈ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.