મોરબી શહેરમાં સેન્ટ મેરી સ્કૂલ પાછળ આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા નામચીન બુટલેગરના ઘરમાંથી મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઈંગ્લીશ દારૂની ૦૭ બોટલ ઝડપી લીધી હતી. દરોડા દરમ્યાન આરોપી સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને પોલીસે ફરાર દર્શાવી તેને પકડી લરવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે સેન્ટ મેરી સ્કૂલ પાછળ આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા સાગરભાઈ કાંતિલાલ પલાણ પોતાના રહેણાંક મકાનમાં વેચાણના હેતુથી વિદેશી દારૂનો જથ્થો રાખેલો છે. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ ૦૭ બોટલ કિ.રૂ.૪,૭૦૦/- મળી આવી હતી. જ્યારે આરોપી સાગર પલાણ દરોડા દરમિયાન હાજર મળી ન આવતા પોલીસે મુદામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.