મોરબી જીલ્લામાં એક જ દિવસ દરમિયાન અલગ અલગ ચાર અપમૃત્યુના બનાવો બન્યા હતા. જેમાં મોરબી શહેર, બગથળા, અમરેલી અને વાંકાનેર વિસ્તારોમાં બનેલ અલગ અલગ બનાવોમાં સગીરા સહિત ચાર વ્યક્તિઓના મોત થયા હતા. પોલીસે સંબંધિત પોલીસ મથકે અ.મોત અંગેની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી શહેરમાં પ્રસૃતિ દરમ્યાન મહિલાનું મોત થયું હતું, જે અંગેની વિગતો મુજબ, મોરબી રણછોડનગરમાં નશીમબેન રમજાનભાઇ રજાકભાઇ ઉવ.૩૦ પ્રસૃતિ માટે દાખલ હતા. ડીલેવરી દરમ્યાન ઓપરેશન બાદ સારવાર દરમ્યાન તેનું મોરબી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. ત્યારે હાજર મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
બીજા અપમૃત્યુના બનાવમાં મોરબી તાલુકાના બગથળા ગામે બબીકાનગર સોસાયટીમાં રહેતા રહેવાસી શોભાબેન ઉર્ફે વર્ષાબેન જસમતભાઇ મકવાણા ઉવ.૨૭ નામની સગીરા પોતાના ઘરમાં સફાઈ કરતી વખતે માળીયા ઉપરથી નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને મોરબી અને બાદમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા દિવાળીબેન ધરમશીભાઇ ઝંઝવાડીયા ઉવ.૭૭ ગઈ તા.૨૮ સપ્ટેમ્બરે ઘરે પડી જતા ઇજા પામી હતી. તેમને મોરબીની સમર્પણ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ૦૪ ઑક્ટોબરે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સમગ્ર મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે મૃતકના પુત્ર પાસેથી પ્રથમીમ વિગતો મેળવી અ.મોતની નોંધ કરી હતી.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવની મળતી વિગતો મુજબ, વાંકાનેરમાં હૃદયરોગના હુમલાથી મજૂરનું મોત થયું અંગેની વિગતો મુજબ, વાંકાનેરના હનસપર ગામે રહેતા નવીનચન્દ્રભાઇ ચનાભાઇ દાદરેચા ઉવ.૪૫ પોતાના ઘરે જમવા માટે આવ્યા બાદ બજાર પાસે ઉભા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.