Sunday, October 19, 2025
HomeGujaratટંકારા: મેઘપર ઝાલા ગામે પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો

ટંકારા: મેઘપર ઝાલા ગામે પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો

ટંકારાના મેઘપર ઝાલા ગામે પરિણીતાએ પતિના માનસિક અને શારીરિક દુઃખ ત્રાસથી ત્રાસી જઇ ઝેર પી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પીડિતાના પિતા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા, પોલીસે બી.એન.એસ. કલમ ૧૦૮ અને ૮૫ કલમ મુજબ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના મેઘપર ઝાલા ગામે ગૃહકંકાસ અને પતિના સતત દુખત્રાસના કારણે પરિણીતાએ જીવ ગુમાવ્યો હોવાનો દુઃખદ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફરિયાદી દેવાભાઈ સંભુભાઈ ચાડમિયા ઉવ.૬૨ રહે. હાલ બેલા(રં) મુળરહે.ગણેશપર તા. ટંકારા વાળાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી લક્ષ્મી રમેશભાઈ અજમલભાઈ વાઘેલા રહે.મેઘપર ઝાલા ઉપર તેના પતિ રમેશભાઈ સતત માનસિક તથા શારીરિક રીતે અત્યાચાર કરતા હતા. આરોપી રમેશભાઈ અજમલભાઈ વાઘેલા દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને નશામાં અવારનવાર પત્ની સાથે ઝગડતા, તેને મારપીટ કરતા તથા ઘરકામની બાબતે અપમાનજનક વર્તન કરતા. સતત ત્રાસથી પરેશાન લક્ષ્મીબેને દુઃખથી કંટાળી જઈ તા. ૧૭ ઓક્ટોબરના રોજ ઝેરી દવા પી લેતા તેણીનું મોત નિપજ્યું હતું. હાલ ટંકારા પોલીસે આરોપી રમેશભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!