મોરબી શહેરના પટેલનગર વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ લકવાની બીમારી સબબ ઘરે બેડ રેસ્ટ પર રહેતા હતા. તે દરમિયાન તબિયત બગડતા તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
મોરબી શહેરના આલાપ રોડ વિસ્તારમાં આવેલ પટેલનગરમાં રહેતા ધીરજભાઈ જેરામભાઈ આદરોજા ઉવ.૬૫ નામના વૃદ્ધને છેલ્લા છ વર્ષથી લકવો થયો હતો, જેના કારણે તેઓ સતત બેડ રેસ્ટ પર હતા. તે દરમિયાન તા. ૧૭ ઓક્ટોબરના રોજ તેમની તબિયત વધુ બગડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા, સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.