Monday, October 20, 2025
HomeGujaratહળવદમાં મળેલ મૃતદેહ મામલે ખુલાસો:અવાવરુ જગ્યામાં ૬૦ વર્ષીય વૃદ્ધ બેભાન થઈ પડ્યા...

હળવદમાં મળેલ મૃતદેહ મામલે ખુલાસો:અવાવરુ જગ્યામાં ૬૦ વર્ષીય વૃદ્ધ બેભાન થઈ પડ્યા બાદ જંગલી જાનવરે ફાડી ખાધા

હળવદમાં રાતકડી હનુમાનજી મંદિર જવાના રસ્તે મેલડીમાના મંદિર સામે ખુલ્લી જગ્યામાં આશરે ૬૦ વર્ષીય ઇશ્વરગીરી ઉર્ફે ઇશો ભાનુગીરી ગોસાઇનો હાથ અને માથું કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. અનુમાન મુજબ બિમારીને કારણે બેભાન થયા બાદ જંગલી જાનવરે હુમલો કરી બચકા ભરી માથું અને હાથ શરીરથી છુટા કરી નાખ્યા હતા. હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ટાઉનમાં રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તે આવેલ મેલડી માતાજીના મંદિરની જગ્યામાં રહેતા મૂળ લીંબડી ગામના વતની ઇશ્વરગીરી ઉર્ફ ઇશો ભાનુગીરી ગોસાઇ ઉવ.આશરે ૬૦ નામના વૃદ્ધ બીમારી સબબ કોઇપણ રીતે બેભાન અવસ્થામા પડી ગયેલ હોય બાદ જંગલી જાનવર દ્રારા શરીરના અંગો જેમાં જમણો હાથ તથા ખોપળીનો ભાગ શરીરથી અલગ કરી ભચકા ભરી ઇજા કરી ગઇ તા.૧૮/૧૦/૨૦૨૫ ક.૧૮/૫૫ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મેલડીમાના મંદિર સામે ખુલ્લી જગ્યામા મરણ ગયેલ હાલતમા મળી આવ્યા હતા. ત્યારે બનાવ અંગે હરેશભાઇ બાબુભાઇ લાલુકીયાએ પોલીસને જાણ કરતા, હળવદ પોલીસે સ્થળ ઉપર પહોંચી અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!