મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાચારને પગલે મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજ રોજ મોરબી સિરામિક એસો. દ્વારા નવનિયુક્ત શ્રમ કૌશલ્ય રોજગાર વિકાસના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને શુભકામનાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને હરેશભાઈ બોપલિયાએ કાંતિભાઈ અમૃતિયાને ગુજરાત સરકારમાં શ્રમ કૌશલ્ય રોજગાર વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી મળી તે બદલ રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર સિરામિક ઉદ્યોગ વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથો સાથ શ્રમ અને રોજગાર મંત્રાલયને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા ઉંડાણ પુર્વક કરી હતી. જેને લઇ કાંતિભાઇએ ખાતરીપૂર્વક જણાવ્યું હતુ કે, “સિરામિક ઉધોગને લગતા કોઈ પણ પ્રશ્નો આવે તો તત્કાળ મને જાણ કરો હું તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહીને સકારાત્મક પરિણામ મળે તે દિશામાં પ્રયત્નો કરીશ.” જે બદલ સમગ્ર મોરબી સિરામિક ઉધોગ વતી મંત્રિને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે નુતન વર્ષાભિનંદનપાઠવવામાં આવ્યા હતા,