મોરબી શહેરમાં વજેપર શેરી ન.૫ માં રહેતા આરોપી પ્રદીપ દેવકરણભાઈ ચાવડા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પ્રખર મળેલ બાતમીને આધારે પોલીસે રહેણાંકમાં રેઇડ કરી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૬ નંગ બોટલ કિ.રૂ.૪,૧૭૬/-ના મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે, રેઇડ દરમિયાન આરોપી પ્રદીપ ચાવડા હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી એ દિવ8ઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









