મોરબી તાલુકાના લાલપર ગામ પાસે રેલ્વે ટ્રેક પર મજુરે ટ્રેનની અડફેટે આવી જીવ ગુમાવ્યો હતો. જ્યારે વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક બાઈક પરથી પડી જતાં યુવકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બંને બનાવોમાં પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.
મોરબી અને વાંકાનેર તાલુકામાં અલગ અલગ બનેલા બે અપમૃત્યુના બનાવો અંગે પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ અમૃત્યુના બનાવમાં ગત તા.૧૯/૧૦ ના રોજ લાલપર ગામની સીમમાં કોરલ વીટ્રીફ્રાઇડ સીરામિક કંપની નજીક રેલ્વે પાટા ઉપર કુદરતી હાજતે ગયેલ શ્રમિક દીપકભાઈ પ્રમોદભાઈ બાદી ઉવ.૩૫ રહે.હાલ લાલપર ગામની સીમ કોરલ વીટ્રીફ્રાઇડ કારખાનાની કોલોનીમા તા.જી મોરબી મુળરહે. રાજાપુર ગામ તા.જી જાસુડા રાજ્ય ઓડીસા વાળા ટ્રેઇન હડફેટે આવી જતા પગ, માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું. પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં સુરેશભાઈ ભુદરભાઈ અગેચાણીયા ઉવ.૩૯ રહે.વરડુસર તા.વાંકાનેર વાળા ગત તા. ૨૨/૧૦ના રોજ બપોરે જામસર ગામના તળાવ પાસે પોતાનું પ્લેઝર મોપેડ રજી.નં. જીજે-૩૬-એજી-૦૮૪૫ ચલાવીને જતા હતા, ત્યારે અકસ્માતે બાઈક પરથી પડી જતાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેઓને સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડતા જ્યાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.









