મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ દરોડામાં બે ઈસમોને બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલાઓની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર બે સપ્લાયરના નામ ખુલ્યા છે. આ સાથે પોલીસે ચારેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ વાવડી રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાયત્રીનગર સોસાયટીમાં રોડ ઉપર અલગ અલગ બે દરોડામાં શંકાસ્પદ રીતે ઉભેલ આરોપી રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ ઉવ.૩૨ રહે. વાવડી રોડ ગાયત્રીનગર શ્રધ્ધાપાર્ક મૂળરહે.નાની બરાર તા.માળીયા(મી) વાળાને તથા બીજા દરોડામાં ઉપરોક્ત સ્થળેથી જ આરોપી ચંદ્રેશભાઈ છગનભાઇ પરમાર ઉવ.૪૩ રહે. પંચાસર રોડ રાધેક્રિષ્ના સોસાયટી મોરબી વાળાને વિદેશી દારૂ રોયલ ચેલેન્જ અને ઓફિસર ચોઇસ વ્હિસ્કીની એક-એક બોટલ એમ કુલ બે બોટલ કિ.રૂ.૧,૧૯૧/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પકડાયેલ બન્ને આરોપીઓની સઘન પૂછતાછમાં દારૂની બોટલ આરોપી મહમદભાઈ યુસુફભાઈ તલાટ રહે. મોરબી પંચાસર રોડ વાળા ટેનજ આરોપી તુલશી હસમુખભાઈ સંખેશરીયા રહે.પંચાસર રોડ વાળા પાસેથી લઈ આવ્યાનું જણાવતા, પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









