ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસોસીયેસન દ્વારા આજ રોજ મુખ્યામંત્રીને પત્ર લખી રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. તેમજ માંગ નહિ સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસોસીયેસનનાં જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાના મોડા વરસાદનાં કારણે ખેડૂતોને દરેક પાકમાં નુકશાન થવા પામ્યું છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગે ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે. અને આ કપાસ દિવાળી પહેલા પાકી જતો હોવાથી લોકોના ઘરે હાલમાં કપાસ પડેલો છે. ઘણા નાના ખેડૂતો કે જે આર્થીક નબળા છે. તે ખેડૂતો યાર્ડમાં કપાસ વેચવા આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી ક્યાય પણ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. જે દુખ:દ છે. જેથી આ જગતનો તાત ખેડૂત કે જે લોકો આર્થીક નબળા છે. તેવા લોકોને આ ટેકાના ભાવે કપાસની ખરીદી થાય તેની સૌથી વધારે જરૂરિયાત હોય છે. તે ખેડૂતો પોતાનો કપાસ વેચી રહ્યા છે. અને વેપારીઓ તેનો ગેરલાભ લઇ રહ્યા છે. ત્યારે તાકાલીક આ કપાસના ખરીદી કેન્દ્રો નક્કી કરીને ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા માંગ કરાઈ છે. અને જો આવું કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.









