મોરબી-નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક આઈ-૨૦ કાર ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં બાઇક ચાલક સગીરને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે જીઈબી સામે મોરબી-નવલખી રોડ ઉપર માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ૧૭ વર્ષીય સગીરનું મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, ગત તા.૧૯/૧૦ ના રોજ રાત્રીના સમયે મોરબીના વીસીપરા શિડફાર્મની વાડી પાસે રહેતા ઇરફાનભાઈ ફારૂકભાઈ ઇસ્માઇલભાઈ સામતાણી ઉવ.૧૭ હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી.નં.જીજે-૧૨-એએચ-૪૮૪૨ લઈને જતો હોય ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે સામેથી આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૦૧-કેક્યુ-૧૦૧૭ના ચાલકે પોતાની કાર બેદરકારીથી ચલાવી આવી ઇરફાનભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જે અકસ્માતમાં ઇરફાનભાઈને માથામાં તથા છાતીના ભાગે ઇજાઓ પહોચતા બાઇક ચાલક સગીરનું સ્થળ ઉપર મૃત્યુ નિલજ્યું હતું. અકસ્માત અંગે મૃતકના પિતાએ તાલુકા પોલીસ મથકે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









