મોરબી ન્યૂમીસમેટિક ક્લબના પ્રતિનિધિમંડળે તાજેતરમાં નવનિયુક્ત મંત્રીઓ તથા નાયબ મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય સરકારમાં નવી નિમણૂકોને પગલે આ સૌજન્ય મુલાકાત રાજકીય તથા સામાજિક સ્તરે પ્રશંસનીય રહી હતી.
મોરબી ન્યૂમીસમેટિક ક્લબના ચેરમેન એડવોકેટ મિતેષભાઈ દવે, રાષ્ટ્રીય પરશુરામ યુવા સેના સઘના મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ દર્શનભાઈ દવે તથા સંગઠનના સાથી કિરીટભાઈ રૂપાલા તાજેતરમાં પોરબંદરના ધારાસભ્ય અને હવે રાજ્યના વન તથા પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી તરીકે પદભાર સંભાળનાર અર્જુનભાઈ મોઢવાડિયાની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા.
તેઓએ અર્જુનભાઈ મોઢવાડિયાને નવી જવાબદારી માટે હાર્દિક અભિનંદન પાઠવતા, તેમના કાર્યકાળ સફળતાપૂર્વક પાર પડે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
સાથે સાથે પ્રતિનિધિમંડળે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક તકરાર બાબતેના રાજ્ય કક્ષાના મંત્રી પૂનમચંદ બરંડાજી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલજી તથા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની પણ મુલાકાત કરી હતી.









