માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે કોબા વાંઢ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી ૧૦૦ લીટર ગરમ આથો, ૧૬૦૦ લીટર ઠંડો આથો, ૬૦ લીટર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ.૫૪,૫૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન પોલીસને દૂરથી આવતા જોઈ આરોપી ફારૂકભાઈ દિલાવરભાઈ જેડા રહે.માળીયા(મી) વાળો અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.









