મોરબીના ભડિયાદ ગામે જુના રફાળેશ્વર રોડ રામાપીરના ઢોરા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ ઉપર પૈસાની લેતી દેતી કરી નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા નીતિનભાઈ ધીરુભાઈ અગેચણીયા ઉવ.૨૨ રહે. કબીર ટેકરી શેરી નં.૨ મોરબી વાળાને તાલુકા પોલીસે રોકડા રૂ.૩૫૦/- તથા વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે ઝડપી લઈ તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









