મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક બનેલ બનાવમાં રીક્ષા ની આગળ જઈ રહેલા મીક્ષર મશીન વાહનના ચાલકે પોતાના વાહનની અચાનક જોરદાર બ્રેક મારતા, મીક્ષર મશીનનું બકેટ પાછળ આવી રહેલ રીક્ષા ઉપર પડતા, રીક્ષા ચાલક સહિત બે વ્યક્તિને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી મીક્ષર વાહન ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વાવડી રોડ ઉપર શ્રીજી સોસાયટીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઇકબાલભાઈ નૂરમામદભાઈ ગાલબ ઉવ.૩૭ અને તેનો મિત્ર અલારખાભાઈ કરીમભાઈ રાઉમા એમ બન્ને તા.૨૬/૧૦ના રોજ સવારના મોરબીથી ચરાડવા સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૧૮-બીયુ-૬૬૭૫ માં ગુલ્ફી વેચવા જતા હોય, ત્યારે નીચી માંડલ ગામ નજીક પહોચતા, રીક્ષા આગળ જઈ રહેલ મીક્ષર મશીન વાહન રજી.નં. જીજે-૩૬-એસ-૬૯૫૯ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી રોડ ઉપર અચાનક જોરદાર બ્રેક મારતા મીક્ષર મશીનનું બકેટ પછક આવી રહેલ રીક્ષા ઉપર પડતા, રીક્ષા ચાલક ઇકબાલભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી, જ્યારે તેમના મિત્ર અલારખાભાઈને સામાન્ય ઇજા થઇ હતી. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના અંગે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક ઇકબાલભાઈએ મીક્ષર મશીન વાહન ચાલક સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 
                                    






