દિવાળીના તહેવાર દરમિયાન મોરબી જિલ્લામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે, ત્યારે પોલીસે દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ જિલ્લાના મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા ૧ કરોડથી વધુના દારૂ પર મોરબી જીલ્લા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
રાજકોટ રેન્જ આઈજી તથા મોરબી જિલ્લા એસપી દ્વારા મોરબી જિલ્લામાં પકડાયેલ દારૂનો ત્રણ-ત્રણ માસે નાશ કરવા સુચના આપવામાં આવી હતી. જેને લઇ મોરબી જીલ્લાના મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી પ્રોહીબીશના ગુન્હાઓમા કબ્જે કરવામાં આવેલ પ્રરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની બોટલ/ટીનનો કબ્જે કરેલ મુદામાલ નાશ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજ રોજ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાછળ રફાળેશ્વર પાનેલી જતા રોડ પર આવેલ વીડી વાળી ખરાબાની જમીનમા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ રર ગુન્હામાં પકડાયેલ કુલ રૂ-૯૭,૭૯,૨૯૫/-ની કિંમતનો ૮૧૧૧ બોટલ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ ૧૭ ગુન્હામાં પકડાયેલ રૂ-૭,૩૯,૨૨૩/-ની કિંમતની ૫૯૬ બોટલ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના કુલ ૨૬ ગુન્હામાં પકડાયેલ ૨૨૪૫ બોટલના રૂ.૧૫,૬૯,૦૦૮/- તથા ટંકારા પોલીસ સ્ટેશનના કુલ ૦૫ ગુન્હામાં પકડાયેલ ૩૧૭ દારૂની બોટલના રૂ.૮,૪૦,૨૫૭/- નો મળી તમામ પોલીસ સ્ટેશનના કુલ ૭૦ ગુન્હામા કબ્જે કરેલ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ ૧૧૨૬૯ નંગ બોટલોના રૂ-૧,૨૯, ૨૭,૭૮૩/-ના મુદ્દામાલનો નાશ કરવામા આવ્યો છે


 
                                    






