હળવદની સરા ચોકડી નજીક માર્ગ અકસ્માતના બનાવમાં હળવદ તાલુકાના માનસર ગામના વતની ચેતનસિંહ માનસંગભાઈ ટાંક ઉવ.૩૦ ગત તા.૨૯/૧૦ ના રોજ પોતાનું મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એબી-૫૫૭૦ લઈને માનસરથી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવવા નીકળેલ, ત્યારે સરા ચોકડી નજીક ટ્રક રજી.નં. જીજે-૨૭-ટીડી-૪૮૧૮ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારીપૂર્વક ચલાવી આવી ચેતનસિંહના મોટર સાયકલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી, ત્યારે હાલ ફરિયાદી ચેતનસિંહએ ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









