મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર રામપર ગામના પાટીયા પાસે પુર ઝડપે આવતી ઇકો કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ધ્યાન રાખ્યા વિના ચલાવી એકટીવા મોપેડની હડફેટે લેતા એકટીવા-ચાલક ૭૬ વર્ષીય વૃદ્ધ રોડ ઉપર પટકાતા, માથામાં થયેલ ગંભીર ઇજાઓને કારણે તેઓનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાણેજની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ઇકો ચાલક સામે કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના કિશનગઢ સોખડા ગામે રહેતા કિશોરભાઈ ઉર્ફે હકાભાઈ દેવદાનભાઈ બાલાસરા ઉવ.૪૬ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ઇકો કાર રજી.નં. જીજે-૩૬-આર-૧૮૧૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા. ૨૩/૧૦ના રોજ સવારના ફરિયાદી કિશોરભાઈ ઉર્ફે હકાભાઈના મામા જેસંગભાઈ માલાભાઈ ડાંગર ઉવ.૭૬ રહે ભારતનગર(અર્જુનનગર) તા.માળીયા(મી) વાળા પોતાનું હોન્ડા એકટીવા રજી.નં. જીજે-૩૬-એક્યુ-૨૯૫૭ વાળું મોપેડ લઈને જતા હોય તે દરમિયાન મોરબી-માળીયા હાઇવે ઉપર રામપર ગામના બોર્ડ પાસે ઉપરોક્ત ઇકો કારના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં તા5હ બેદરકારીથી ચલાવી જેસંગભાઈને એકટીવા સહિત હડફેટે લેતા, જેસંગભાઈ રોડ ઉપર પટકાયા હતા, જે અકસ્માતમાં જેસંગભાઈને મયહમાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, તેઓનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ઇકો કાર ચાલક પોતાનું વાહન રેઢું મુકીને નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે આરોપી ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









