Thursday, November 6, 2025
HomeGujaratમોરબી તાલુકા પોલીસની કામગીરી, ચોરાઉ બાઇક સાથે રીઢો વાહન ચોર પકડાયો

મોરબી તાલુકા પોલીસની કામગીરી, ચોરાઉ બાઇક સાથે રીઢો વાહન ચોર પકડાયો

મોરબી તાલુકા પોલીસ ટીમે વાંકનેર તાલુકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે અનડીટેકટ વાહન ચોરીના ગુન્હા ડિટેકટ કરી, મોરબી તાલુકા પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર શ્યામ હોટલ સામે વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન એક ઇસમ કાળા રંગના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જીજે-૧૧-બીજી-૬૨૫૩ લઇ પસાર થતા તેને રોકી આરટીઓના દસ્તાવેજો અંગે પુછતાં કોઈ કાગળો ન હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે મોબાઇલ મારફતે ચકાસણી કરતા તે મોટરસાયકલ રૂષીકેશ પ્રવિણભાઇ માઢક બડોદર તા. કેશોદ જી. જુનાગઢ વાળાના નામે નોંધાયેલ હોવાની માહિતી મળી હતી. સઘન પુછપરછ કરતાં આરોપીએ સ્વીકાર્યું કે મોટરસાયકલ ચોરી કરેલ છે અને તેણે અન્ય બે બાઇક પણ ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે તેની કબુલાતના આધારે વધુ બે મોટરસાયકલમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ જીજે-૦૬-એફએસ-૩૭૩૭ તથા હીરો સ્પ્લેન્ડર પ્લસ જીજે-૧૩-એસએસ-૧૨૯૦ કબ્જે કરી કુલ રૂ.૫૫,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપી હસમુખભાઈ ગેલાભાઇ છાસીયા ઉવ.૨૨ હાલ રહે. સોકા સિરામિક મજૂરોની ઓરડી જૂના રફાળેશ્વર રોડ તા.મોરબી મૂળ ગામ સુરઈ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ડીટેક્ટ કેસ ડીટેક્ટ કરી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!