માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે ખાખરેચી ગામે કુંવરજીભાઇ પરસુડાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી હતી, જ્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા કુવરજીભાઇ અમરશીભાઇ પરસુડા રહે.ગામ ખાખરેચી તા માળીયા(મી), રઘુભાઇ દિનેશભાઇ શંખેશરીયા રહે.ગામ ખાખરેચી તા માળીયા(મી), ગોપાલભાઇ અવભાઇ ભોજવીયા રહે.ગામ ખાખરેચી તા માળીયા(મી), કીશોરભાઇ હરજીભાઇ મેવાડા રહે.ગામ ખાખરેચી તા માળીયા(મી) તથા સંજયભાઇ સોંડાભાઇ દેલવાડીયા રહે.ખાખરેચી તા.માળીયા(મી) વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૦,૨૪૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









