Thursday, November 6, 2025
HomeGujaratમોરબીમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો

મોરબીમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો

૪ ડિસેમ્બર સુધી બીએલઓ ઘરે ઘરે મુલાકાત કરી મતદારોના ફોર્મ ભરાવશે.

- Advertisement -
- Advertisement -

SIR ની કામગીરીમાં બીએલઓને સહયોગ આપવા જીલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

મોરબી: ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર મોરબી જીલ્લાના ૩ વિધાનસભા વિસ્તાર ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરમાં તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે.જે કાર્યક્ર્મના Enumeration વાળા તબકકામાં મોરબી જીલ્લાના કુલ ૮૯૧ મતદાન મથકોના બી.એલ.ઓ તા.૦૪ નવેમ્બર ૨૦૨૫ મંગળવારથી ૦૪ ડિસેમ્બર ૨૦૨૫ ગુરુવાર સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ ૮,૫૦,૧૪૨ મતદારો પાસે ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ આપવાની કામગીરી ગઈકાલ તા.૦૪ નવેમ્બર ૨૦૨૫થી શરુ કરી દેવામાં આવી છે. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ની મતદારયાદી https://voters.eci.gov.in/ પર ચકાસી શકાશે. મતદાર રજીસ્ટ્રેશન સંબધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓનો સંપર્ક કરી શકશે.

મોરબી જીલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન Enumeration Form ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા મોરબી જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!