મોરબી તાલુકાના આમરણ ગામ નજીક જામનગર હાઇવે ઉપર પોલીસે શંકાસ્પદ હુન્ડાઇ આઇ-૨૦ કાર રોકતાં તપાસ દરમિયાન વિદેશી દારૂની નાની-મોટી ૧૮૬ બોટલ મળી આવી હતી. જ્યારે આરોપી કારચાલક ફરાર થઈ ગયો હતો, આ સાથે પોલીસે કાર સહિત કુલ રૂ.૨.૮૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં જામનગર હાઇવે ઉપર મેલડી માતાજીના મંદીર પહેલાં પોલીસે ચેકિંગ દરમિયાન રેઢી મળી આવેલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ કેસની પ્રાપ્ત માહિતી મુજબ, તાલુકા પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન જીજે-૦૧-કેએચ-૦૩૦૨ નંબરની હુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૧૮૬ નંગ બોટલ મળી આવતા, પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર તથા વિદેશી દારૂ સહિત કિ.રૂ.૨.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









