ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને લઈ હવે ખેડૂતો દ્વારા દેવા માફી આપવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઇ આજ રોજ મોરબી જિલ્લાના આઠ ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. 
માવઠાના મારમાંથી બેઠા કરવા ખેડૂતોને દેવા માફી આપવાની માંગ ઉઠી રહી છે. જે વચ્ચે મોરબી જિલ્લાના આઠ ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, બદલાતા ઋતુચક્રમાં આવતી અનેક કુદરતી આફતોને કારણે ખેડૂત વારંવાર નુકશાન ભોગવે છે અને દેવાદાર થાય છે. સરકાર બિનજરૂરી પ્રોજેક્ટ અને સરકારી ખર્ચ બંધ કરી ખેડૂતોને દેવા માફી આપે તો ખેડુત ફરી બેઠો થઈ શકે છે. દેવાદાર ખેડૂત ખેતીથી દૂર ભાગી રહ્યો છે જો ખેડૂત ખેતીથી દૂર ભાગશે તો મોટી સમસ્યા ઉભી થશે. તેવું આવેદનમાં જણાવવામાં આવ્યું છે.









