રૂ.૨.૦૮લાખ રોકડા, ૧૧ મોબાઇલ, એક કાર, ત્રણ બાઇક, વિદેશી દારૂની ત્રણ અડધી બે આખી બોટલ સહિત ૧૦.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી એ ડિવિઝન પોલીસ.
મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં.૧/૨ માં બીજા માળે આવેલ ઓફિસમાં બહારથી માણસો બોલાવી તીનપત્તિનો જુગાર રમી રમાડતા ૧૨ જેટલા જુગારીઓને શહેર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડા, ૧૧ મોબાઇલ, એક કાર, ત્રણ બાઇક સહિત કુલ રૂ.૧૦.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો, જ્યારે ઓફિસમાં રાખેલ ટેબલમાંથી વિદેશી દારૂની ત્રણ અડધી બોટલ અને બે શીલપેક બોટલ એમ કુલ પાંચ બોટલ મળી આવી હતી, જે બાબતે ઓફીસ ધારક વિરુદ્ધ અલગથી કેસ નોંધવામાં આવ્યો હતો. બીજીબાજુ પોલીસે જુગાર રમતા તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, લાતી પ્લોટ શેરી નં.૧/૨ માં બીજા માળે આવેલ પ્રિયદર્શન પૂર્ણશંકરભાઈ ઠાકર પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી તેમના પાસેથી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત ઓફિસમાં રેઇડ કરી હતી, જ્યાં તીનપત્તિના જુગારની મજા માણતા આરોપી પ્રિયદર્શન પુર્ણશંકરભાઈ ઠાકર ઉવ.૬૦ રહે.મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી પ્લેટીનિયમ હાઇટ્સ-૬૦૧, ભાવેશભાઈ જેરામભાઈ અઘારા રહે.સરવડ તા.માળીયા(મી), સંજયભાઈ લક્ષ્મીદાસભાઈ રોજીવાડીયા રહે.મોરબી રવાપર એસપી રોડ, ફ્લોરા-ડી બ્લોક નંબર ૮૦૧, દીલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા રહે.મોરબી રવાપર રોડ તળાવની બાજુમાં મૂળ રહે. નીચીમાંડલ તા.મોરબી, ફારૂકભાઈ દાઉદભાઈ સલેમાનભાઈ ચાનીયા રહે.લુવાણાપરા શેરી નં.૧ દાણાપીઠ મોરબી, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ રામસિંહ જાડેજા રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયામાં મોરબી, અમીતભાઈ ગુણવંતભાઈ તુલસીભાઈ ગૌસ્વામી રહે.કન્યા છાત્રાલય રોડ સુપરમાર્કેટ પાછળ ચાણક્યપુરી “ઓમ ટાવર” ફ્લેટ નં.૬૦૧ મૂળ રહે. ઉટબેટ શામપર તા. મોરબી, અકબરભાઈ જુસબભાઈ કટીયા, જુના બસ સ્ટેન્ડ ઈદ મસ્જીદ પાછળ શેરી નં.૨, સુભાનભાઈ ઈકબાલભાઈ જેડા રહે.ખ્વાજા પેલેસ વાળી શેરી જોન્શનગર, જુસબભાઈ ગુલમામદભાઈ મોવર રહે.જુના બસ સ્ટેન્ડ પાછળ ઈદ મસ્જીદ પાસે મોરબી, પ્રાણજીવનભાઈ સવજીભાઈ સંઘાણી કેનાલ રોડ રાધાકૃષ્ણા સોસાયટી
મૂળરહે.વવાણીયા તા. માળીયા(મી) તથા ભરતભાઈ તળશીભાઈ સાંદેશા રહે.મોટી માધાણી શેરી રૂદ્ર ફ્લેટ નં.૨૦૩ મૂળ રહે. રાધનપુર ઠાકોરવાસ જી.પાટણ વાળાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાયા હતા, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨.૦૮ લાખ, ૧૧ નંગ મોબાઇલ કિ.રૂ.૧,૮૦,૦૦૦, એક કાર ત્રણ બાઇક કિ.રૂ.૬.૫૦ લાખ સહિત રૂ.૧૦,૩૮,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરોડા દરમિયાન ઓફિસના ટેબલના ખાનામાંથી વિદેશી દારૂની ઉચ્ચ બ્રાન્ડની બે આખી ત્રણ અડધી બોટલ કિ.રૂ.૪,૬૦૦ મળી આવતા ઓફીસ ધારક પ્રિયદર્શન પૂર્ણશંકરભાઈ ઠાકર વિરુદ્ધ અલગથી પ્રોહી.એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે જુગાર રમવાના કેસમાં પોલીસે બારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









