હળવદ પોલીસે ટાઉન વિસ્તારમાં બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૪૫૬ નંગ બોટલ સાથે બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.
હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વિદેશી દારૂનો માલ મંગાવનાર ધનજીભાઇ રમેશભાઇ ઇટોદરા ઉવ.૨૧ રહે. ગામ ટીકર રણ તા.હળવદ વાળાને તેમજ દારૂ લઈ આવનાર આરોપી રીતેશ દુલજીભાઇ વાંગરીયાભાઇ ભીલ ઉવ.૨૪ રહે.ગામ ખડલા ચાપડા ફળીયુ તા.કવાંટ જી.છોટાઉદેપુર વાળા એમ બંનેને પોલીસે વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૪૫૬ નંગ બોટલ કિ.રૂ.૬૫,૪૨૪/- સાથે પકડી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









