મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૪૫ વર્ષીય આધેડનું મૃત્યુ નિપજતા, પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગૌતમભાઇ ઉગાભાઇ ગોહીલ ઉવ.૪૫ નામના આધેડ ગઈકાલ તા.૦૬/૧૧ના રોજ કોઈ બીમારી સબબ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા ત્યારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃત્યુ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









