મોરબીના લાલપર ગામમાં બંધ બોલેરો કાર રડીને દીવાલ સાથે અથડાઈ હતી અને આ દીવાલ પડતા ત્યાં રમી રહેલ માસુમ બાળકીને ગંભીર ઇજાઓ પહોચતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ અ.મૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રહેતા મનોજભાઈ રબારીની ૭ વર્ષીય દીકરી મહેકબેન લાલપર ગામ ધાર વિસ્તારમાં પોતાના મામાના ઘરે ફળીયામાં દિવાલ પાસે રમતી હતી તે વખતે બાજુમાં બંધ પડેલ બોલેરો કાર રજી. નં. જીજે-૦૩-એજેડ-૯૩૦૨ વાળી કોઈ કારણોસર રડી પડતા દિવાલ સાથે અથડાથા દિવાલ માથે પડતા માસુમ મહેકને શરીરે તથા માથાના ભાગે ઈજા થતા તેણીનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસ તપાસના મૃતકના પિતા મનોજભાઈ જીવણભાઈ કૈડ દ્વારા આપેલ પ્રાથમિક વિગતોને આધારે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.









