મોરબી: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ અસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે ડુપ્લિકેટ મતદારો રોકવા યોગ્ય ટેક્નિકલ વ્યવસ્થા અમલમાં મૂકી મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવે. તેમજ S.I.R. પ્રક્રિયામાં ગેરરીતિ અટકાવવા સતત મોનીટરીંગ રાખવાની માંગણી કરી છે.
ગુજરાત રાજ્યમાં ચાલતી S.I.R. (સ્પેશિયલ ઇન્ટેનસીવ રીવિઝન) પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીઓનું વેરીફિકેશન કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા દરમ્યાન ડુપ્લિકેટ મતદારો તથા બે કે વધુ જગ્યાએ નામ ધરાવતા મતદારોની સમસ્યા ઊભી ન થાય તે માટે યોગ્ય ટેક્નોલોજી અને સોફ્ટવેર આધારિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ અસોસિએશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર તથા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવેલી રજૂઆતમાં ડુપ્લિકેટ મતદારો રોકવા ટેક્નિકલ વ્યવસ્થા જરૂરી છે, રજુઆતમાં જણાવાયું છે કે જો કોઈ મતદારનું નામ બે જગ્યાએ નોંધાયેલું હોય, તો તે બંને જગ્યાએ વેરીફિકેશન કરાવી ન શકે તે માટે સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ સિસ્ટમ અથવા વિશેષ સોફ્ટવેરનો સમાવેશ કરવો જરૂરી છે. આથી એક કરતાં વધુ જગ્યાએ નામ ધરાવતા મતદારોની ઓળખ તાત્કાલિક થઈ શકે. મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ફરજિયાત કરવું. બે જગ્યાએ મતદારનું નામ હોય તો તે તરત જાણી શકાય તે માટે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની વિનંતી કરવામાં આવી છે. એક મતદાર બે રાજ્યોની ચૂંટણીમાં મત ન કરી શકે તેની માંગ કરી છે જે રજુઆતમાં જણાવાયું છે કે કેટલાક કિસ્સાઓમાં મતદાર એક રાજ્યમાં મતદાન કર્યા બાદ પોતાની એન્ટ્રી બીજા રાજ્યમાં કરાવી મતાધિકારનો દ્વિ-ઉપયોગ કરે છે. તે અટકાવવામાં આવે તે માટે રાષ્ટ્રીય સ્તરે એકજ મતદાર વ્યવસ્થા અમલમાં લાવવા યોગ્ય નિયમો ઘડવાની માંગણી કરવામાં આવી છે. આ સિવાય S.I.R.ની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અવગણના ન થાય તે માટે ચુંટણી પંચ દ્વારા સતત મોનીટરીંગ, સ્પોટ ચેકિંગ અને પારદર્શક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.









