રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ સિક્કામાં ઇતિહાસમાં પહેલી વાર ભારત માતાની છબી ચલણી દર્શાવવામાં આવી હતી. જે સિક્કો અને ટપાલ ટિકિટ હાલ આજે મોરબીના એક સ્વયંસેવક અને સંગ્રાહક એડવોકેટ મિતેષ દવે પાસે પહોંચ્યો છે.
ઇતિહાસમાં પહેલી વાર ભારત માતાની છબી ચલણી સિક્કા પર દર્શાવવામાં આવી છે. આ સિક્કો ગુજરાતમાં સૌ પ્રથમ કોઈ પાસે વ્યકિતગત રીતે મોરબીના એક સ્વયંસેવક અને સંગ્રાહક એડવોકેટ મિતેષ દવે પાસે પહોંચ્યો હતો, સંગ્રાહક એડવોકેટ મિતેષ દવેએ પણ આ સિક્કો પોતાના અંગત સંગ્રહ માટે મેળવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે જારી કરાયેલો આ ખાસ સ્મારક સિક્કો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સિક્કાની અનોખી વિશેષતા એ છે કે, તેમાં પહેલી વાર ભારત માતાની છબી છે, જે તેને માત્ર કલેક્શનની વસ્તુ જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક શ્રદ્ધાનું પ્રતીક પણ બનાવે છે. સિક્કા સંગ્રાહક એડવોકેટ મિતેશ દવેએ સમજાવ્યું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રકારનો આ પહેલો સિક્કો છે, જે રાષ્ટ્રીય ભાવના અને માતૃભૂમિ પ્રત્યે આદર બંનેને પ્રતિબિંબિત કરે છે. આ સિક્કો માત્ર ધાતુનો ટુકડો નથી, પરંતુ એક અમૂલ્ય ખજાનો છે. આ સિક્કાનું પેકેજિંગ 1964 પછી જારી કરાયેલા તમામ સિક્કાઓમાં પણ અનોખું છે. તે પુસ્તકના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રથમ વખત છે.
ગુજરાતના મોરબીના રહેવાસી એડવોકેટ મિતેષ દવેએ જણાવ્યું હતું કે, આ સિક્કો બહાર પડતાની સાથે જ દેશભરના ચલણ પ્રેમીઓમાં તેને મેળવવા માટે ધસારો થઈ ગયો હતો. 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો આ સ્મારક સિક્કો ખાસ કરીને નાણા મંત્રાલયના ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે અને મર્યાદિત સંખ્યામાં જારી કરવામાં આવ્યો છે. તેની એક બાજુ અશોકનું પ્રતીક છે અને બીજી બાજુ ભારત માતાનું ચિત્ર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતીકની ભાવનાત્મક છબી છે, જે દેશભક્તિની અદ્ભુત ઝલક રજૂ કરે છે. આ સાથે, એડવોકેટ મિતેષ દવેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ પર જારી કરાયેલ ટપાલ ટિકિટ પણ તેમના સંગ્રહમાં ઉમેરી છે.









