Sunday, November 9, 2025
HomeGujaratહળવદ તાલુકામાં સરકારી જમીન હડપના મોટા કૌભાંડનો પર્દાફાશ:નવ આરોપીઓ સામે ફરીયાદ

હળવદ તાલુકામાં સરકારી જમીન હડપના મોટા કૌભાંડનો પર્દાફાશ:નવ આરોપીઓ સામે ફરીયાદ

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ૧૧ સર્વે નંબરોમાં થયેલા બનાવટી દસ્તાવેજો, ખોટી સહી અને બનાવટી રબર સ્ટેમ્પના આધારે જમીન કબજે કરવાનો મોટો ગોટાળો બહાર આવ્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે સરકારની જમીનને ખાનગી માલિકીની બતાવવા બનાવટી હુકમો, ખોટી સહીવાળા રેકોર્ડ, નકલી સ્ટેમ્પ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી રાજ્યની કિંમતી જમીન પચાવી પાડવાનો ગેરકાયદેસર પ્લાન એસ.આઈ.ટી.ની તપાસમાં બહાર આવ્યો છે. મામલતદાર અને કલેક્ટરના નામે નકલી દસ્તાવેજો દર્શાવી રેવન્યુ રેકોર્ડમાં બનાવટી દાખલાઓ કરાવતી આ ટોળકી સામે હવે કડક ફોજદારી કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હાલ ૯ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હળવદ તાલુકામાં સરકારી જમીન હડપવાના કૌભાંડ અન્વયે હળવદ તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલી તપાસને એસ.આઈ.ટી. દ્વારા મોટા પ્રમાણમાં વેગ મળ્યો છે. હળવદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લચંદ્ર ભટ્ટ દ્વારા હળવદ પોલીસ મથકમાં આપવામાં આવેલ સરકાર તરફ આપેલ વિગતવાર ફરિયાદમાં જણાવ્યું છે કે આ કૌભાંડમાં સરકારની અનેક કિંમતી જમીનોને ખાનગી માલિકીની તરીકે જાહેર કરવા માટે આરોપીઓએ મોટું કૌભાંડ આચર્યું છે. આ સમગ્ર કેસની શરૂઆત અરજદાર જગદીશભાઈ મુગટલાલ રાવલની ૧ ઓક્ટોબર ૨૦૨૧ની અરજીથી થઈ હતી. તેમણે કલેક્ટર કચેરીને જાણ કરી હતી કે કેટલાક લોકો ખોટી સહી તથા નકલી સ્ટેમ્પ બનાવી સરકારી જમીન વેચાણ માટે બનાવટી હુકમો તૈયાર કરી રહ્યા છે. ત્યારબાદ પ્રાંત અધિકારી, હળવદ દ્વારા પણ આ ગંભીર બાબતને લઈને જીલ્લા જમીન તકેદારી સમિતિ (SIT) સમક્ષ મામલો રજૂ કરાયો હતો.

ત્યારે SITની કામગીરીથી મોટુ કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં

પ્રથમ બેઠકમાં તપાસમાં ખુલ્યું કે, હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોમાં સરકારની જમીનની નોંધોમાં નકલી રબર સ્ટેમ્પ, ખોટી સહી, બનાવટી રેકર્ડ અને નકલી હુકમોના આધારે દાખલાઓ બનાવવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના “મુખ્ય સૂત્રધાર” તરીકે રમેશભાઈ બબાભાઈ સાકરીયા રહે. કોયબા સામે ગંભીર પુરાવા SITને મળ્યા છે. તેમણે ૨૬ માર્ચ ૨૦૧૬ના રોજ મામલતદાર હળવદને ખોટી સહીવાળા દસ્તાવેજો સાથે અરજી કરી હતી અને ત્યારબાદ ૨૦૧૬થી ૨૦૨૦ વચ્ચે અન્ય આરોપીઓએ પણ અનેક બનાવટી અરજીઓ આપી રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર કરાવી દીધો હતો.

જ્યારે SITની આગળની કાર્યવાહીમાં SITના અધ્યક્ષ જીલ્લા કલેક્ટર મોરબીએ ૨૮ એપ્રિલ ૨૦૨૫ના પત્ર દ્વારા તમામ સંદિગ્ધ સર્વે નંબરોના “અસલ ખાતેદારોના નામે થયેલી બનાવટી નોંધોને રદ્દ કરી, સંકળાયેલા તમામ આસામીઓ સામે ફોજદારી ફરિયાદ કરવા સૂચના આપી હતી. સરકારની જમીનને નકલી દસ્તાવેજોથી હડપ કરવાના આરોપમાં ૯ આસામીઓ જેમાં (૧)રમેશભાઇ બબાભાઇ કોળી રહે-કોયબા તા.હળવદ, (૨)છગનભાઈ નાગજીભાઈ ધારીયાપરમાર રહે-હળવદ તા.હળવદ, (૩)બીજલભાઈ અમરશીભાઈ કોળી રહે-કોયબા તા.હળવદ, (૪)દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે-મનડાસર તા.થાન જી.સુરેન્દ્રનગર તથા રહે-સુંદરીભવાની તા.હળવદ, (૫)દિનેશભાઈ હમીરભાઈ વનાણી રહે-ઘનશ્યામપુર તા.હળવદ, (૬)રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ, રહે-ઘનશ્યામપુર તા.હળવદ, (૭)જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી રહે-સુંદરીભવાની તા.હળવદ, (૮)મંજુબેન રત્નાભાઈ કોળી રહે-ઘનશ્યામપુર તા.હળવદ

(૯)વનાણી હમીરભાઈ વજુભાઈ રહે-રાયસિંગપુર તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકડૅ મુજબની સરકારની અલગ-અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભુ કરી સરકારની જમીનો પચાવી પાડવાનું આયોજનબધ્ધ કાવતરૂ રચી અલગ-અલગ સરકારની કચેરીના હોદ્દાવાળા બનાવટી ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતાના કબજામા રાખી જે તે સમયના સક્ષમ સતાધિકારીઓની ખોટી સહીઓ તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ-અલગ સવૅ નંબરની સરકારી જમીનોની સરકારી કચેરીમા નોંધ પડાવી પોતાના નામે કરી/કરાવી સમાન ઇરાદો પાર પાડી ગુનો કયૉ છે, હાલ હળવદ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!